સામગ્રી :-
૨ કપ દૂધ
૨ ટી સ્પૂન મિલ્ક પાવડર
૧ ટી સ્પૂન ખાંડ
૨ ટેબલ સ્પૂન સ્ટ્રૉબેરી ક્રશ
કેન્ડી મોલ્ડ્સ
રીત :-
ગરમ દૂધમાં મિલ્ક પાવડર અને ખાંડ ઓગાળીને તેને ઠંડુ પડવા દો. ઠંડુ થઈ જાય એટલે તેમાં સ્ટ્રૉબેરી ક્રશ નાખીને સરસ રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણને કેન્ડી મૉલ્ડ્સમાં ભરીને ડીપ ફ્રીઝમાં જામવા માટે રાખી દો. અને મસ્ત જામી જાય પછી આ ગરમીમાં ઠંડક મેળવવા માટે કૈંક તો કરવું પડે ને… એટલે એક પછી એક મૉલ્ડમાંથી કાઢીને ખાતા રહો…. 🙂
સ્ટ્રૉબેરી ક્રશ બહાર માર્કેટમાં તૈયાર મળે છે જેમાં પૂરતી ખાંડ હોય છે માટે ખાંડ સ્વાદ પ્રમાણે વધારી ઘટાડી શકાય… અને જો ઘરે બનાવેલો હોય તો ખાંડને બદલે આ ક્રશ જ થોડો વધારે નાખીને કુદરતી સ્વાદને બેવડાવી શકાય… 🙂
My Dulhaniya Punita Like Ice-Cream !!