
મિત્રો,
૧૫ ઓગસ્ટ ૨૦૦૯ ના રોજ શરુ થયેલી સ્વાદઇન્ડિયા.કોમ આજે એક વર્ષ પુરું કરે છે. અને આજે આપ સૌની સાથે આ વાત વહેંચતા ખુબ જ આનંદ થાય છે. આપ સૌ જાણો છો તેમ અહીં મુકાતી દરેક વાનગી ઘરે બનાવેલી હોય છે. અને સ્વાદઇન્ડિયા માટે આ વાનગીઓ મારા ભાભી શ્રીમતી કિંજલ પટેલ બનાવે છે… વાચકોની ફરમાઈશ હોય તે પ્રમાણે અને પોષણમૂલ્ય સચવાય તે ખાસ ધ્યાનમાં લઈને તેઓ આ આપણી પરંપરાગત અને આધુનિક એમ બન્ને પ્રકારની વાનગીઓ બનાવીને સરસ મજાના ફોટોગ્રાફ્સ સાથે સ્વાદઇન્ડિયા પર મૂકવા માટે તૈયાર કરી આપે છે. અહીં હું તો માત્ર સાઈટ મેનેજ કરી રહી છુ.
મમ્મીની યાદ સાથે શરુ કરેલી આ સાઈટને મારા ભાભી થકી જ આગળ વધારી શકી છું. અને સાથે મળીને વધારતા રહીશું…
સૌ મિત્રો, મુલાકાતીઓ અને શુભેચ્છકોના સહકાર બદલ આભાર… સ્વાદઇન્ડિયા.કોમ ને વધુ આકર્ષક, સફળ અને રોજિંદા જીવનમાં વધુ ઉપયોગી બનાવી શકાય તે માટે આપ સૌના વિચારો, સૂચનો અને ફરમાઈશ આવતા રહે છે તે અમારા માટે ખુબ આનંદની વાત છે. અને હંમેશા આવો જ સહકાર મળતો રહેશે તેની ખાત્રી છે…
આભાર
સ્વાદઇન્ડિયા.કોમ