JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Mon. Aug 15th, 2022

બાળકો મોટે ભાગે ફ્લાવરને જોઇને દૂર ભાગતા હોય છે, પણ ખાટો, ખારો સ્વાદ અને ચીઝ તો એમને પ્રિય જ હોય છે.
આ પરાઠા બાળકોના લંચબોક્ષમાં આપવામાં સરળ રહે છે. ચીઝ હોવાને કારણે આ પરાઠા ઠંડા પણ સ્વાદિષ્ટ લાગે છે. લંચબોક્ષમા એને જામ લગાવીને પણ મૂકી શકાય છે.

(રાજેશ્વરી શુક્લની ફરમાઈશ પર…)

સામગ્રી :-

ઘઉંનો લોટ
૧/૨ કપ  છીણેલું ફ્લાવર
૧ ચમચો છીણેલું ચીઝ
ગાર્લિક પાવડર
મરી પાવડર
ચાટ મસાલો

રીત :-

ઘઉંનો લોટ લઈ તેને મોણ નાખી પરાઠાનાં લોટ પ્રમાણે બાંધી લો. લોટ બાંધતી વખતે તેમાં મીઠું ઓછું નાખવું, કેમકે સ્ટફિંગમાં ચીઝ છે જે ખારું જ હોય છે.

હવે છીણેલ ફ્લાવરમાં ચીઝ, ગાર્લિક પાવડર અને મરી પાવડર નાખીને મિક્સ કરી લો.

નાના પરાઠા વણીને ફ્લાવર અને ચીઝનાં મિશ્રણને વચ્ચે મુકીને ફરી વાળીને બંધ કરી દો (સ્ટફ કરી દો) હળવે હાથે એને વણી લો.
તવી પર ઘી મુકીને પરાઠાને શેકો, અને ગરમ હોય ત્યાં જ તેના પર જરા જરા ચાટ મસાલો છાંટી લો.

By

2 thoughts on “ચટપટા પરાઠા”
  1. રોજ બનાવવાના પરાઠાને આ રીતે ચટપટા પરાઠા
    કરીએ તો બધાને સ્વીકાર્ય બને!
    પૌષ્ટિકારી સ્વાદીષ્ટ ભોજનની સમસ્યા પણ ઉકલે!

  2. ખરેખર બાળકો માટે અતિઉત્તમ અને પૌષ્ટિક…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.