JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Sat. Apr 13th, 2024

સામગ્રી :-

૫૦૦  ગ્રામ ઘઉંનો લોટ
૧ ચમચો મલાઈ  
૧ ચમચો આખુ જીરુ, તલ અને અજમા
૧ ટી સ્પૂન લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ 

રીત :-

ઘઉંના લોટને એક પાતળા કપડામાં બાંધી કૂકરમાં વરાળથી બાફવા મૂકો.  આ રીતે બાફવા માટે કૂકરમાં પાણી મૂકીને તેમાં ઊંચું સ્ટેન્ડ કે કાંઠો મુકી તેના પર કાણાવાળી ડિશ અથવા જાળી મૂકીને તેના પર લોટ બાંધેલી પોટલી મૂકીને ૧૦ મિનિટ સુધી બાફી લો. ત્યારબાદ કપડામાંથી લોટ કાઢીને તેને ઝીણી ચાળણીથી ચાળી લો. પછી લોટમાં મલાઈ, ૧/૨  ચમચો તેલ, લાલ મરચું, જીરુ, અજમા, તલ, મીઠું અને પાણી નાખી રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ બાંધી લો.  હવે સંચામા ભરીને તેની ચકરી પાડી અને ગરમ તેલમાં તળી લો.

ગુજરાતી નાસ્તામાં ચકરીને મુખ્ય ગણાય છે અને નાના – મોટા સહુને ભાવે છે . આમ તો ચકરી ઘણી અલગ અલગ રીતે બને છે, વિવિધ દાળની ચકરી, ચોખા અને અડદની ચકરી,  માત્ર ચોખાના લોટની ચકરી વગેરે…  પરંતુ આ સૌથી સહેલી રીતે અને ઝડપથી બને છે.

By

9 thoughts on “ચકરી”
 1. cooker 10 minutes with whistle or without ?
  can you tell % oil in this chakali as i am are diabetic ?
  can this chakari can be put in oven and will it be eatable?

  1. લોટને કૂકરની ૫ થી ૬ વ્હીસલ વાગે ત્યાં સુધી બફાવા દો. અને હા, અવનમાં ચકરી મારી તોડીને બનાવી તો શકાય પણ એમાં સ્વાદ કે મજા એકેય નહીં આવે… એના કરતા તળવામાં સનફ્લાવર ઓઈલનો ઉપયોગ કરવો સારો રહે છે.

 2. નાનો હતો ત્યારે મમ્મીએ બનાવેલ…

  જોતાંજ મોમાં પાણી આવી ગયું આજે તો કહી દઉં મમ્મીને બનાવી દે..

 3. Thanks, I tried and it came out great, great taste and all nine yards
  EXCEPT It was too hard to bite….Any suggestions…??????

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.