ગુજરાતીની ઓળખ સમા ઢોકળા ….
સામગ્રી :-
૧ કપ ચણાની દાળ
૨ કપ ચોખા
૨ ટેબલ સ્પૂન દહીં
૧ ટી સ્પૂન આખી મેથી
૧ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૫ – ૬ કળી લસણ વાટેલું
૧/૨ કપ કોથમીર, ફુદીનાના પાન સમારેલા
મીઠું, હળદર, લાલ મરચા પાવડર સ્વાદ અનુસાર
રીત :-
દાળ અને ચોખાને સારી રીતે ધોઈને બન્નેને અલગ અલગ વાસણમાં પલાળી દો. સાત થી આઠ કલાક સુધી પલળ્યા પછી તેને કરકરું ક્રશ કરી લો. હવે દાળ ચોખાના આ ખીરામાં મેથીના દાણા, દહીં, મીઠું અને હળદર નાખીને તેને ઢાંકીને રાખી મૂકો. ખીરામાં સારી રીતે આથો આવે ત્યાં સુધી રાખી મૂકો. મેથીના દાણા પલળીને ખાટા થઈ જશે અને બિલકુલ કડવા નહીં લાગે.
ઢોકળા બનાવતી વખતે ખીરામાં આદુ મરચાની પેસ્ટ, વાટેલું લસણ, થોડુંક તેલ અને ખાવાનો સોડા ઉમેરો. હવે ખીરાને થાળી કે ઢોકળીયાની ટ્રેમાં તેલ લગાવીને જાડો થર કરી ચડવા મૂકો. ઉપરથી કોથમીર ફુદીનાના પાનને બારીક સમારીને નાખો અને થોડો લાલ મરચાનો પાવડર છાંટીને સારી રીતે ચડી જવા દો.
ગરમ ગરમ ઢોકળાને લાલ અને લીલી ચટણી સાથે પીરસો.
(આ ઢોકળા થોડી નવીનતા માટે બની ગયા પછી કડાઈમાં તેલ મૂકીને રાઈ અને તલનો વઘાર કરીને પણ પીરસી શકાય.)





i really like u r website and u have different mouth watering dishes here to make and show
all the best
tx for sharing
nisha patel
[london]
NICE ! Swatiben .
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
I had visited this Blog sevral times…Invited YOU to my Blog Chandrapukar…..and waiting for you. Hope to see you ONE time SOON !