શક્કરીયાનો શીરો

મિત્રો, શિવરાત્રીનો તહેવાર અને ઉપવાસ શક્કરીયાના શીરા અને બટાકાની સૂકી ભાજી વિના તો કેમ ઉજવાય, ખરું ને ? તો ચાલો બનાવીએ આ સાવ સરળ અને પૌષ્ટિક ફરાળી વાનગીઓ …

સામગ્રી :-

૫૦૦ ગ્રામ શક્કરીયા
૨ – ૩ કપ દૂધ (દૂધ અને પાણી ભેગા કરીને પણ લઈ શકાય)
૨ ચમચી ઘી
ખાંડ સ્વાદ અનુસાર

રીત :-  

સૌથી પહેલા શક્કરીયાને છાલ ઉખેડીને બાફી લો. હવે તેને સારી રીતે છૂંદી નાખો, તેમાં ૨ થી ૩ કપ દૂધ (દૂધ અને પાણી ભેગા કરીને પણ લઈ શકાય) અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને પછી તે મિશ્રણને ૧ મિનિટ સુધી હેંડ મિક્સી વડે ફેંટી લો. આના લીધે શક્કરીયામાં આવતા રેસાને ચાળીને અલગ કાઢવા નહીં પડે. ત્યારબાદ એક વાસણમાં ઘી ગરમ કરો અને આ તૈયાર કરેલું મિશ્રણ તેમાં ઉમેરી થોડીવાર સુધી તેને ગેસ પર ધીમા તાપે ચડવા દો આ શીરાને સતત હલાવતા રહો અને થોડું ખદખદવા માંડે એટલે ગેસ પરથી ઉતારીને સર્વિંગ બાઉલમાં કાઢી ડ્રાયફ્રુટ વડે સજાવીને પીરસો.

Share and Enjoy:
  • Print
  • Digg
  • Sphinn
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google Bookmarks
  • email
  • LinkedIn
  • Reddit
  • RSS
  • Yahoo! Bookmarks
  • Yahoo! Buzz

About the Author